ભારતના સુહાસ યથિરાજે પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં બેડમિન્ટન મેન્સ સિંગલ્સ SL4 કેટેગરીમાં સિલ્વર મેડલ જીત્યો હતો. સોમવાર, 1 સપ્ટેમ્બરના રોજ લા ચેપેલ એરેના કોર્ટ 1 ખાતે ગોલ્ડ મેડલ મેચમાં તે ફ્રાંસના લુકાસ મઝુર સામે 9-21, 13-21થી હારી ગયો હતો.
SL4 એ એવા ખેલાડીઓ માટે રચાયેલ છે કે જેઓ તેમના શરીરની એક બાજુ, બંને પગ પર મર્યાદિત હલનચલન કરે છે અથવા જેમને નાની વિકલાંગતા છે. સુહાસ જે વિશ્વમાં નંબર 1 પણ છે તેણે ત્રણ વર્ષ પહેલા ટોક્યોમાં સિલ્વર મેડલ જીત્યો હતો અને આ વખતે પેરિસમાં પણ તે ગોલ્ડ મેડલથી ચુકી ગયો હતો.
વધુ માહિતી આગળ…