– રૂ. 44 હજારની 364 કિ.ગ્રા. સ્ટીલની ચોરી
– નડિયાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં સિક્યુરિટી સુપરવાઈઝર ભુમેલ તરફથી 3 વ્યક્તિઓ સામે ફરિયાદ
ખેડા જિલ્લાના નડિયાદમાંથી બુલેટ ટ્રેનની લાઈન પસાર થાય છે. માલ અને સ્ટાફ રાખવા માટે પીપલુગ શાકભાજી માર્કેટ પાસે સ્ટોક યાર્ડ ગોડાઉન આવેલું છે. આ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં સાઈડ સુપરવાઈઝર તરીકે કામ કરતા રામનિવાસ નિર્મલસિંહ મિશ્રા પીપલગ સ્ટોક યાર્ડમાં ગેટ પર ફરજ પર હતા. દરમિયાન, સિક્યુરિટી ગાર્ડને ફોન આવ્યો કે પીપલુગ યાર્ડમાં બ્રિજના સાંધા બનાવવા માટેની સ્ટીલની પ્લેટ, નંગ 120, વજન 363.99 કિલો, કિંમત રૂ. 43,678, મળ્યા નથી. આ બાબતે તપાસ કરતા ભુમેલના ધીરજસિંહ અર્જુનસિંહ પરમાર આ સમયે યાર્ડમાં આવેલા ઇસમની પુછપરછ કરવા આવ્યા હતા.
તેની પૂછપરછ કરતાં નિલેશ મનુભાઈ અને જયેશ ઉર્ફે જીગર મંગળભાઈ પરમારે સ્ટીલની પ્લેટની ચોરી કરી હોવાનું બહાર આવ્યું હતું.
આ બનાવ અંગે સિક્યુરીટી સુપરવાઈઝર રામનિવાસ નિર્મલસિંહ મિશ્રાની ફરિયાદના આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ધીરજ અર્જુનસિંહ પરમાર, નિલેશ મનુભાઈ પરમાર અને જયેશ ઉર્ફે જીગર મંગળભાઈ પરમાર તમામ રહેવાસી ભુમેલ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.