Home Gujarat પાલનપુરમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

પાલનપુરમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

0
પાલનપુરમાં ઝાડા-ઉલ્ટીના કેસમાં વધારો થતાં શહેરના 17 વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા

પાલનપુર: શહેરમાં કોલેરાનો રોગચાળો ફાટી નીકળતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઇ છે. શહેરના કોટ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઝાડા-ઉલ્ટી અને પેટમાં દુખાવાની ફરિયાદો ઉઠી છે. 150 જેટલા કોલેરાના પીડિતોને સરકારી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે. તેમજ 23 જેટલા લોકોને વધુ ગંભીર અસર સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રોગચાળામાં વધારો થતાં પાલનપુરના 17 જેટલા વિસ્તારોને કોલેરાગ્રસ્ત જાહેર કરાયા છે. છેલ્લા પાંચ દિવસથી સારવાર હેઠળ રહેલી મહિલાનું કોલેરાના કારણે મોત નિપજ્યું છે. અગાઉ પણ ઝાડા-ઉલ્ટીના કારણે બે લોકોના મોત થયા હતા.

આરોગ્ય વિભાગના સુત્રોના જણાવ્યા મુજબ પાલનપુરમાં કોલેરાના કેસોમાં વધારો થતાં વોર્ડ નંબર 6નો વિસ્તાર કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે. થોડા દિવસો પહેલા આરોગ્ય વિભાગ દ્વારા 200 થી વધુ ઘરોમાં સર્વે હાથ ધરાયો હોવા છતાં 17 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટીથી પીડિત ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી 23 સેમ્પલ લેવામાં આવ્યા હતા જેમાં એક સેમ્પલ પોઝીટીવ આવ્યો હતો અને વોર્ડ નં.6 કોલેરાગ્રસ્ત જાહેર કરાયો છે.

પાલનપુર શહેરના વોર્ડ નં.6 વિસ્તારમાં થોડા દિવસ પહેલા 17 જેટલા લોકોને ઝાડા-ઉલ્ટી થતા સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જોકે આરોગ્ય વિભાગની હાજરીમાં વોર્ડ નંબર 6 વિસ્તારનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. 200થી વધુ ઘરોમાં સર્વે કર્યા બાદ આરોગ્ય વિભાગે 23 જિલ્લાના સેમ્પલ લીધા હતા જેમાં એક સેમ્પલ પોઝિટિવ આવ્યો હતો. અંબાલી દરગાહ, કમાલપુરા, ઝવેરી મઠ, દિલ્હી ગેટ, પથ્થર સડક, અબરકુવા, જુનો અબરકુવા, ઝાંઝર સોસાયટીની આસપાસના 2 કિમી સુધીના વિસ્તારને કોલેરાગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version