સુરત મહાનગર પાલિકાની કાર્યવાહી: સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફેસ્ટિવલ ટાણે બ્રિજ-રોડ, સર્કલ તમામ સ્થળોએ કરોડોના ખર્ચે રંગકામની કામગીરી હાથ ધરવામાં આવી હતી. હવે આ સ્થળોને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવા માટે પાલિકા દ્વારા કડક વલણ અપનાવવામાં આવી રહ્યું છે. ટેક્નોલોજીની મદદથી પાન-મસાલા ખાધા પછી જાહેરમાં થૂંકનારા કે ગંદકી કરનારા 5,200 લોકોને કુલ નવ લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે. રાજકોટ મહાનગર પાલિકા પણ એક્શનમાં આવી હતી.
5,200 લોકોને 9 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો