મેઘાણીનગરમાં વીસી ડ્રો અંગેના વિવાદને કારણે પડોશી યુવકે યુવતીના ઘરે જઈને તેની નગ્ન હાલતમાં છેડતી કરી હતી. જ્યારે યુવતી આ ઘટના અંગે આરોપીના પિતાને જણાવવા ગઈ તો તેણે તેને થપ્પડ પણ મારી હતી. જેથી યુવતીએ એસિડ પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પોલીસ તપાસમાં વીસી ડ્રોમાં નામ બહાર આવ્યું ન હોવા છતાં આરોપીઓ રૂ.પ૦ની માંગણી કરીને દલીલો કરતા હતા. આ બનાવ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.