હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી: પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં દારૂના મુદ્દે કોંગ્રેસના કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. આ કેસમાં કોર્ટમાંથી જામીન મળવામાં વિલંબ થતાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ અને ચંદનજી ઠાકોર પોલીસ સમક્ષ હાજર થયા હતા. હાલમાં જ્યુડિશિયલ કોર્ટમાં જામીન અરજીનો કેસ ચાલી રહ્યો છે. આજે ધારાસભ્ય કિરીટ પટેલ સહિતના આગેવાનો પોલીસ મથકે હાજર થતાં પોલીસે 21 લોકોની અટકાયત કર્યા બાદ ધરપકડ કરી હતી.
અગાઉ 14 લોકોની ધરપકડ કરવામાં આવી હતી
પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે કોંગ્રેસ અને NSUIના આગેવાનો સાથે પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે ભૂખ હડતાલ, ધરણા અને દેખાવો કાર્યક્રમ કર્યો હતો.