અમદાવાદ, મંગળવાર
ઓઢવમાં રહેતો એક યુવક નિકોલના એક મકાનમાં કામ કરતો હતો, આ સમયે ગ્રાઇન્ડીંગ મશીનમાંથી કરંટ પસાર થતાં યુવકને કરંટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તેમને ગંભીર હાલતમાં સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું
ઓઢવના રીંગરોડ પર મારુતિનગર પાસે રહેતો 19 વર્ષીય યુવક નિકોલમાં હુડકો ઈન્દિરા કોલોની પાછળ ઉમાનગરમાં એક મકાનમાં ગ્રાઇન્ડીંગ મશીનનું કામ કરતો હતો.
ત્યારે 29મીએ બપોરે ચાર વાગ્યાના અરસામાં મશીનમાંથી અચાનક કરંટ પસાર થતાં યુવાનને વીજ કરંટ લાગ્યો હતો. જેથી તેને તાત્કાલિક સિંગરવા ખાતેની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયો હતો. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે નિકોલ પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.