સુરતઃ હીરા દલાલની પત્નીએ પુત્રને ઝેર આપ્યું: સુરતમાં આપઘાતના બનાવો વધી રહ્યા છે ત્યારે શહેરના ગ્રેટર વરાછા વિસ્તારમાં 4 વર્ષના બાળકને ઝેર આપીને માતા-પુત્ર બંનેના મોત નીપજ્યા છે.
ઝેર પીવાથી માતા-પુત્રના મોત
મોટા વરાછાના ઉતરાણમાં રહેતા રવિભાઈ નામના શખ્સની 26 વર્ષીય પત્નીએ પોતાના 4 વર્ષના પુત્રને અનાજમાં નાખવાની દવા આપ્યા બાદ પોતે દવા પી લીધી હતી. ઉલ્ટી થતાં તેણે તેના પતિને ફોન કર્યો હતો. મૃતકના પતિ રવિભાઈ તાત્કાલિક બંનેને ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં સારવાર દરમિયાન માતા-પુત્રનું મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ ગરવો ગિરનાર હવે 24 કલાક રોશનીથી ઝળહળશે, આઝાદી બાદ પ્રથમ વખત કરવામાં આવ્યું આ મહત્વપૂર્ણ ઓપરેશન
પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી
રવિભાઈ ધામત તેમની 26 વર્ષની પત્ની પાયલ અને 4 વર્ષના પુત્ર સાથે ઉત્તરાયણમાં રોયલ બીલ્સ ગ્રીન પ્લાઝાની બાજુમાં રહેતા હતા. પરિવારનું ભરણપોષણ કરવા રવિભાઈ હીરા દલાલ તરીકે કામ કરતા હતા. મળતી માહિતી મુજબ, પાયલે તેની માતા અને બહેન સાથે વીડિયો કોલમાં વાત કરીને નવરાત્રિ પર તેના પુત્ર માટે ખરીદેલા કપડા પણ બતાવ્યા હતા. જોકે આ પછી માતાએ પુત્રને દવા આપ્યા બાદ પોતે દવા પી લીધી હતી. રવિ અને પાયલના લગ્ન સાત વર્ષ પહેલા થયા હતા. પોલીસે સમગ્ર બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.