7
અમદાવાદમાં આપઘાતની ઘટના અમદાવાદના નરોડા વિસ્તારમાં એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. માતાએ પુત્ર સાથે ત્રીજા માળેથી કૂદીને આત્મહત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. માતા માનસિક બીમાર હોવાનું અને દવા ચાલી રહી હોવાનું પણ સામે આવ્યું છે.
પ્રાથમિક માહિતી અનુસાર, નરોદના હંસપુરા વિસ્તારમાં 33 વર્ષીય વિરાજબેન વાણિયાએ તેમના 8 વર્ષના પુત્રને ત્રીજા માળેથી ફેંકી દીધો હતો અને કૂદીને આત્મહત્યા કરી હતી.