નડિયાદ અને કંજરીમાં 13 લોકો જુગાર રમતા ઝડપાયા

નડિયાદ અને કંજરીમાં 13 લોકો જુગાર રમતા ઝડપાયા

નડિયાદ અને કંજરીમાં 13 લોકો જુગાર રમતા ઝડપાયા

– બંને જગ્યાએ જુગાર ચાલતો હતો

– રૂ. 12 હજારની રોકડ કબજે કરી નગર અને વડતાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધ્યો હતો

નડિયાદ: નડિયાદ અમદાવાદી દરવાજા બહાર હાજી ઉસ્માન ચાલીમાં પત્તાપાનાનો જુગાર રમતા સાત અને કણજરી ગામે જુગાર રમતા 6 જુગારીઓને પોલીસે ઝડપી લીધા હતા. આ બનાવ અંગે જુગારીઓ પાસેથી કુલ 12 હજારની રોકડ કબજે કરવામાં આવી હતી જે અંગે પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ અમદાવાદી દરવાજા બહાર હાજી ઉસ્માન જુગાર રમી રહ્યો હતો. જ્યાં પોલીસે અમાન અહેમદ હુસેન મલેક, મોઈનમીંયા ઉર્ફે મેક્સ વેલ મુનીરમીંયા મલેક, મહંમદ અકીલ મહંમદ સાબીર અન્સારી, શંભુ નાનુભાઈ મલેક, કિશોર ઉર્ફે કિવી ભીખાભાઈ રાણા અને મુસ્તકીમીંયા ઉર્ફે માચો મુનીરમીંયા મલેકના જુગારના સાધનો પર દરોડો પાડીને પણ રોકડ રૂ. 10,270 સાથે ઝડપી પાડ્યો હતો.

જ્યારે અન્ય એક બનાવમાં કણજરી રામદેવજી મંદિર પાસે કેટલાક શખ્સો ખુલ્લામાં જુગાર રમી રહ્યા હતા. જ્યાં પોલીસે રેડ પત્તાનો જુગાર રમતા રણજીત કનુભાઈ ઠાકોર, ગોવિંદ ભીખાભાઈ ઠાકોર, વિનુભાઈ કરશનભાઈ ઠાકોર, કનુભાઈ વિઠ્ઠલભાઈ ઠાકોર, કિરણભાઈ મફતભાઈ ઠાકોર અને બીપીનભાઈ ગૌતમભાઈ ઠાકોરને જુગારના સાધનો અને રૂ.2,190 સાથે પકડી પાડ્યા હતા. આ બનાવ અંગે પોલીસે નડિયાદ ટાઉન અને વડતાલ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]