– આણંદની ઠક્કર વાડી પાસે રહેતા લોકો
– 4 વર્ષ પછી પણ કબજો નહીં સોંપવાની ધમકી આપનાર સામે જમીન પચાવી પાડવાનો ગુનો
આણંદ: નડિયાદના વેપારી પાસેથી રૂ.21 લાખ લીધા બાદ આણંદના લોકોએ ચાર વર્ષ પછી પણ મકાનનો કબજો નહીં સોંપવાની ધમકી આપી હતી. આ અંગે આણંદ સીટી પોલીસે શખ્સ સામે જમીન હડપ ધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.