5
દક્ષિણ ગુજરાતમાં વરસાદઃ મેઘરાજાની પધરામણી ચાલુ રહેતા ડાંગર, શેરડી, શાકભાજી, બાગાયતી પાકોની સાથે દક્ષિણ ગુજરાતમાં પણ ભારે નુકસાન થયું હતું અને ખેડૂતોને 150 કરોડથી વધુનો ફટકો પડ્યો હતો. જેથી શેરડીના નવા વાવેતરમાં 30 ટકાની ખોટ અને શેરડીની કાપણી અટકી જવાથી ટ્રકો પણ ખેતરમાં જઈ શકતી નથી ત્યારે નવેમ્બરના પ્રથમ સપ્તાહથી શરૂ થનારી દસ સુગર મિલોમાં ખાંડનું ઉત્પાદન મોડું શરૂ થઈ રહ્યું છે.
ઓકટોબર માસમાં મેઘરાજા વિદાય લે છે. પરંતુ આ વર્ષે અડધો મહિનો વીતી ગયો હોવા છતાં હજુ પણ અવિરત વરસાદ પડી રહ્યો છે.