અમદાવાદ, સોમવાર
એરપોર્ટ પોલીસે ગુજરાતના યુવાનોને વિયેતનામ અને થાઈલેન્ડ જેવા દેશોમાં મોકલી તેમની પાસેથી હાઈબ્રિડ ગાંજા અને અન્ય ડ્રગ્સ મંગાવવાના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પોલીસે થાઈલેન્ડથી રૂ. 2 કરોડની કિંમતના સાત કિલો હાઈબ્રિડ ગાંજા સાથે એક યુવતી સહિત સાત લોકોની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં યુવતી અશરફખાન નામના પ્રેમી માટે કામ કરતી હોવાનું અને થાઈલેન્ડથી આવેલા જૂનાગઢના ચાર યુવકો પાસેથી ડ્રગ્સ લેવા આવી હોવાનું બહાર આવ્યું છે. ધરપકડ કરાયેલા ચારેય આરોપીઓ થાઈલેન્ડથી ત્રણ વખત કરોડો રૂપિયાની કિંમતનો ગાંજો લાવ્યા હતા. આ ગુનામાં એરપોર્ટના કર્મચારીઓની સંડોવણીના આધારે પોલીસે સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે. એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીઆઈએસજી ખાંભલા અને તેમના સ્ટાફને બાતમી મળી હતી કે અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી કેટલાક શખ્સો નિયમિત રીતે ડ્રગ્સની હેરાફેરી કરતા હતા.