Friday, November 22, 2024
Friday, November 22, 2024
Home My City તા.૧૩,૧૪ અને ૧૫ એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્રો જોગ સંદેશ

તા.૧૩,૧૪ અને ૧૫ એપ્રિલ દરમિયાન કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈ ખેડૂતમિત્રો જોગ સંદેશ

by PratapDarpan
2 views
3

વાદળછાયા વાતાવરણ અને માવઠાની સંભાવનાને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતોને તકેદારીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા અનુરોધ.

હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૧૩,૧૪ અને ૧૫ એપ્રિલના રોજ સુરત જિલ્લામાં વાદળછાયા વાતારણની સાથે હળવા/સામાન્ય વરસાદની આગાહી હોય આ સમયે વાદળછાયા વાતાવરણને કારણે પાકના રક્ષણ માટે ખેડૂતોને તકેદારીના ભાગરૂપે ઉચિત પગલાં લેવા જણાવાયું છે. કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવા અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવા અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. સાથે જ આ સમયગાળા પૂરતો જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ ટાળવો તેમજ ખાતર અને બિયારણના વિક્રેતાઓએ જથ્થો પલળે નહીં તે મુજબ ગોડાઉનમાં સુરક્ષિત રાખવા.  

            એપીએમસી વેપારી અને ખેડુત મિત્રોએ એ.પી.એમ.સી.માં અનાજ અને ખેતપેદાશો સુરક્ષિત રાખવા ત્યાં વેચાણ અર્થે આવતી પેદાશો આ દિવસો દરમિયાન ટાળવી અથવા સુરક્ષિત રાખવી. આ અંગે વધુ  જાણકારી આપના વિસ્તારના ગ્રામસેવક / વિસ્તરણ અધિકારી /તાલુકા અમલીકરણ  અધિકારી / મદદનીશ ખેતી નિયામક(તા.મુ.), જિલ્લા ખેતીવાડી અધિકારી, નાયબ ખેતી નિયામક(તાલીમ), KVK અથવા કિસાન કોલ સેન્ટર ટોલ ફ્રી નંબર – ૧૮૦૦૧૮૦૧૫૫૧ નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત,સુરતની યાદીમાં જણાવાયું છે. 

You may also like

Leave a Comment

Exit mobile version