Home Gujarat તરસાલી હાઈવે પર રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવતી વખતે વીજ કરંટ લાગતા મોત

તરસાલી હાઈવે પર રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવતી વખતે વીજ કરંટ લાગતા મોત

0
તરસાલી હાઈવે પર રેસ્ટોરન્ટમાં રસોઈ બનાવતી વખતે વીજ કરંટ લાગતા મોત

વડોદરા,તરસાલી હાઇવે પર આવેલી રેસ્ટોરન્ટમાં રસોઇયા તરીકે કામ કરતા યુવકનું રસોડામાં વીજ કરંટ લાગતાં મોત નીપજ્યું હતું. આ અંગે મકરપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના અલ્હાબાદના સરાઈ ગામમાં રહેતો 22 વર્ષીય મુસાહેબ નઈમુદ્દીન ખાન વડોદરામાં તરસાલી હાઈવે દર્શન હોટલની સામે આવેલી રાગાઝો રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો. ગઈકાલે રાત્રે રસોડામાં કામ કરતી વખતે ફ્રિજના વાયરથી વીજ કરંટ લાગતા તેના આખા શરીરે દાઝી ગયા હતા. તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. મકરપુરા પોલીસ સ્ટેશનના પી.એસ.આઈ. રાજેન્દ્રસિંહ ચૌહાણે ઘટના સ્થળે જઈ લાશનું પીએમ કરાવ્યું હતું જેથી સયાજી હોસ્પિટલમાં મોકલી આપવામાં આવ્યો હતો. પીએમ બાદ મૃતદેહ તેના પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો. તેના પરિવારજનોએ મૃતદેહને ઘરે લઈ જવાની તૈયારી કરી લીધી છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version