ડીસાના ટેટોડા ગામ નજીકથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, ગુજરાતી

ડીસાના ટેટોડા ગામ નજીકથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, ગુજરાતી

  • જિલ્લા SOGએ દરોડો પાડી 105 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કર્યું હતું.
  • બનાસડેરીના બ્રાન્ડ નામનો દુરુપયોગ કરીને શંકાસ્પદ ઘી વેચવામાં આવતું હતું.
  • પોલીસે ગુનો નોંધી ત્રણની અટકાયત કરી હતી

ડીસા: તાલુકાના ટેટોડા ગામની સીમમાં આવેલ એક કારખાનામાં શંકાસ્પદ ઘીનું ઉત્પાદન થતું હોવાની અને ઘીની બોટલો પર બનાસ ડેરી જેવી બ્રાન્ડનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી થતી હોવાની બાતમી મળતાં જિલ્લા એસઓજીએ દરોડો પાડી 105 કિલો શંકાસ્પદ ઘી કબજે કરી રૂ.28 લાખની કિંમતનો ત્રણ શખ્સોને પકડી પાડ્યા હતા.

ડીસાના ટેટોડા ગામ નજીકથી શંકાસ્પદ ઘી બનાવવાનું કારખાનું ઝડપાયું, ગુજરાતી

ડીસા તાલુકો નકલી ઘીના વેચાણ માટે જાણીતો છે. ડ્રગ્સ અને ફૂડ વિભાગ ઉપરાંત પોલીસ પણ એલર્ટ પર છે. ત્યારે ડીસાના ટેટોડા ગામની સીમમાં એક મકાનમાં શંકાસ્પદ ઘી બનતું હોવાની જિલ્લા એસઓજી પોલીસને બાતમી મળી હતી. આ માહિતીના આધારે એસઓજી પોલીસે દરોડો પાડ્યો હતો. અને 105 કિલો શંકાસ્પદ ઘી જપ્ત કરવામાં આવ્યું છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે બનાસ ડેરી બ્રાન્ડનો દુરુપયોગ કરી બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતના વિવિધ સ્થળોએ શંકાસ્પદ ઘીનું વેચાણ કરતું હતું. જિલ્લા SOG પોલીસને ડીસા-ધાનેરા હાઇવે પર રામુણ ગામના પાટિયા પાસે શ્રીરામ હોટલ પાસે નકલી ઘીના ટીન ભરેલી સફેદ કલરની સેલેરિયો ગાડી નં.જીજે-08-બીએન-4398 અને ટેટોડા ગામમાં એક રહેણાંક મકાનમાં નકલી ઘીનું કારખાનું ચાલતું હોવાની બાતમી મળી હતી. જાણ થતા વાહનમાંથી બનાસ ડેરી બ્રાન્ડ ધીના 7 ડબ્બા મળી આવ્યા હતા. આથી પોલીસે રૂ.54650ની કિંમતનું 105 કિલો ઘી, વાહનમાંથી ડુપ્લીકેટ ઘી બનાવવાની મશીનરી, અન્ય સામાન, મોબાઈલ મળી કુલ રૂ.2.83 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

એસઓજી પોલીસે રામજીભાઇ ઇશ્વરભાઇ ચૌધરી (રહે. ટેટોડા, ડીસા), વિજયકુમાર પોપટલાલ મોદી (રહે. જૂની જેલ, ચાવડીવાસ, ડીસા) અને સનીકુમાર પરેશભાઇ હેરુવાલા (રહે. ભાગ-1, ગાયત્રીનગર, ડીસા)ની ધરપકડ કરી ડીસા ગ્રામ્ય પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ટીમને પણ બોલાવવામાં આવી હતી. અને સેમ્પલ લઈને એફએસએલમાં મોકલવાના પણ પ્રયાસો હાથ ધરાયા હતા.

એસઓજી પીએસઆઈ એસ.આર.જોગરાણાએ જણાવ્યું હતું કે, આરોપીઓ ટેટોડા ગામની આજુબાજુમાં ડુપ્લીકેટ ઘી બનાવતા હતા અને ઘી બનાવવા માટે તમામ પ્રકારની મશીનરીનો ઉપયોગ કરી બનાસ ડેરીની બ્રાન્ડનો દુરુપયોગ કરી જીલ્લામાં ગુજરાતના અલગ-અલગ સ્થળોએ વેચાણ કરતા હતા અને માનવ જીવનને જોખમમાં મુકતા હતા. ચોક્કસ વિગતો બહાર આવશે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]