Home Gujarat જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?

જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?

0
જામનગરમાં યુવકે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધોઃ પ્રેમ પ્રકરણ?


જામનગર આત્મહત્યા કેસ: જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં એક યુવકે પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવની જાણ થતા સ્થાનિક પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા સહિતની જુદી જુદી દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. જેમાં પ્રેમ પ્રકરણ કારણભૂત હોવાનું માનવામાં આવે છે.

પ્રાપ્ત વિગતો મુજબ જામનગરના હનુમાન ટેકરી ખાતે રહેતા ચિરાગ વશરામભાઈ ગલચર (ઉ. 30) નામના યુવાને ગઈકાલે કોઈ અગમ્ય કારણોસર પોતાના ઘરે લાકડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

આ બનાવ અંગે મૃતકના ભાઈ મયુર વશરામભાઈ દ્વારા સીટી સી. એ ડીવીઝન પોલીસને જાણ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળી રહ્યું છે કે મૃતક યુવકે તેના મોબાઈલ ફોન પરથી અરુણા નામની યુવતીને ફોન કર્યો હતો. થોડા સમયથી તેના સંપર્કમાં હતો. પોલીસે આ સમગ્ર મામલો પાછળ પ્રેમ પ્રકરણ કારણભૂત છે કે કેમ? તે દિશામાં તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version