જામનગરમાં તહેવારો દરમિયાન ખાણીપીણીની લારીઓ શરૂ કરવાની માંગ : અન્યથા શહેરમાં આવેલી હોટેલ રેસ્ટોરન્ટ પણ બંધ કરવી જોઈએ

0
19

જામનગર સમાચાર: જામનગર મહાનગરપાલિકાએ શહેરમાં રોગચાળો જાહેર કર્યો છે. ત્યારે માત્ર રોડ પર ઉભેલી ખાણીપીણીની લારીઓ બંધ કરી દેવામાં આવી છે અને તેમની રોજી રોટી છીનવી લેવામાં આવી છે. જ્યારે શહેરની તમામ હોટલો, રેસ્ટોરન્ટ વગેરે પૂરજોશમાં ધમધમી રહ્યા છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાના વોર્ડ નંબર ચારના કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ પ્રશ્ન કર્યો છે કે જામનગરમાં રોગચાળો માત્ર લારીગલ્લા ખાવાથી જ થાય છે?

આજે રચનાબેન નંદાણીયા ખાણી-પીણીની લારીઓ સાથે જામનગરના નગરપાલિકા કમિશનરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. ઘણા સમયથી રોગચાળાના કારણે શહેરમાં લારી-ગલ્લા બંધ છે. શ્રાવણ માસના તહેવારોના દિવસો ચાલી રહ્યા છે અને તમામ ધંધાર્થીઓ રોજી રોટીથી વંચિત છે. ત્યારે તેઓએ તમામ જરૂરી નોટીસ આપી પોતાનો ધંધો શરૂ કરવાની માંગણી કરી છે. અન્યથા જામનગરની જે હોટલો અને રેસ્ટોરન્ટને બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો નથી અને તમામ હોટલો વગેરે વ્યસ્ત છે. એવું પણ સૂચન કરવામાં આવ્યું છે કે જો રેસ્ટોરન્ટ ખોલવા દેવામાં ન આવે તો હોટેલ રેસ્ટોરન્ટ પણ બંધ કરી દેવી જોઈએ.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here