![]()
જામનગર જુગાર: જામજોધપુર તાલુકાના જામવાડી ગામે રહેણાંક મકાનમાં ચાલતા જુગારધામ પર જામજોધપુર પોલીસે દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા છ જુગારીઓને પકડી પાડયા હતા.
જામજોધપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે જામવાડી ગામની સીમમાં આવેલી વાડીમાં પોલીસે દરોડો પાડયો હતો.
પોલીસે કરેલી કાર્યવાહીમાં મકાન માલિક રાજેશભાઈ ઉર્ફે રાજુ મોહનભાઈ કણસાગરા, શાંતિલાલ મોહનભાઈ ભાણવડીયા, હિરેનભાઈ ઉર્ફે બોડુ પ્રવિણભાઈ બોડા, અરજણભાઈ ઉર્ફે માધાભાઈ કાનાભાઈ બલાશ, દિનેશભાઈ લીલાભાઈ સગરકા અને બાલુભાઈ રાજશીભાઈ ખુંટી સહિતના આરોપીઓ સામે ૧૧ પેજ પોલીસ મથકે ગુનો નોંધ્યો હતો. જુગાર રમતા હોવાનું બહાર આવ્યું હતું.
દરોડા દરમિયાન રૂ. 76,800 રોકડા ઉપરાંત 52 ગંજીપતાના પાના, 6 મોબાઇલ ફોન અને 4 મોટરસાઇકલ મળી કુલ રૂ. 1,87,800ની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.
