જંબુસર પાસે બસ અકસ્માત : ભરૂચના કારેલીથી જંબુસર જઈ રહેલી વિદ્યાર્થીઓની બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 15થી વધુ વિદ્યાર્થીઓ ઘાયલ થયા છે. અકસ્માત બાદ સ્થાનિક લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બસમાંથી મુસાફરો અને વિદ્યાર્થીઓને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી હતી. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર માટે જંબુસર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના કારેલી ગામથી જંબુસર જતી બસ વરસાદમાં ફસાઈ ગઈ હતી. આ બસમાં મુસાફરો અને વિદ્યાર્થીઓ પણ સવાર હતા. આ બસ અકસ્માતમાં 15 થી વધુ વિદ્યાર્થીઓને નાની-મોટી ઈજાઓ થઈ હતી. જ્યારે એસટી બસને અકસ્માત થયો ત્યારે સ્થાનિકો મદદ માટે દોડી આવ્યા હતા અને મુસાફરો અને વિદ્યાર્થીઓને બસમાંથી બહાર કાઢ્યા હતા. અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ પણ વાંચો: નવરાત્રિ નિમિત્તે અંબાજી નજીક ત્રિશુલિયા ઘાટ પાસે લકઝરી બસ અકસ્માત, 4ના મોત, 25 ઘાયલ
જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાની થઈ ન હતી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સામાન્ય ઈજાઓ થઈ છે. અકસ્માતની જાણ થતાં સ્થાનિક પોલીસની ટીમ હોસ્પિટલે પહોંચી અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.