અમદાવાદ, મંગળવાર
ઘીકાંટા ખાતે જથ્થાબંધ શર્ટની દુકાનમાં કામ કરતો કર્મચારી જ રૂ. 3.74 લાખના શર્ટ કાર્ટૂનની ચોરી થઇ હતી. વેપારીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં ચોરીની જાણ થઈ હતી. આ બનાવ અંગે કારંજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
સ્ટોક ચેક કરતા શર્ટના કાર્ટૂનની ચોરી : કારંજ પોલીસે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
ઘોડાસર વિસ્તારમાં રહેતા અને ઘી કાંટા ખાતે હોલસેલ શર્ટની દુકાનનો વ્યવસાય કરતા વેપારીએ તેમની દુકાનમાં કામ કરતા અને અસારવા ખાતે રહેતા કર્મચારી સામે કારંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
જેમાં 26-11-25ના રોજ આજુબાજુની દુકાનના માલિકે દુકાનદારને ફોન કરી ચોરીની ઘટના બની હોવાની જાણ કરી હતી. જેથી વેપારીએ સીસીટીવી ફૂટેજ ચેક કરતાં તેની દુકાનમાં કામ કરતા આરોપીએ ડુપ્લીકેટ ચાવી વડે ગોડાઉન ખોલી રૂ. 3.74 લાખના શર્ટ કાર્ટૂનની ચોરી થઇ હતી.