સુરત નવરાત્રી: સુરત સહિત સમગ્ર ગુજરાતમાં નવરાત્રીનો માહોલ જામી રહ્યો છે. ખેલાડીઓ જોશથી ગરબા રમી રહ્યા છે. ત્યારે સુરત સહિત રાજ્યના કેટલાક વિસ્તારોમાં બળાત્કારની ઘટનાઓ સામે આવી છે. નવરાત્રિ દરમિયાન જ એક પછી એક બળાત્કારની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે ખેલૈયાઓમાં ગુનેગારો પ્રત્યે ભારે રોષ જોવા મળી રહ્યો છે. બળાત્કારી પ્રત્યે સુરતીઓનો આક્રોશ કોટ વિસ્તારમાં ગરબાના આયોજનમાં જોવા મળ્યો હતો. સુરતના કોટ વિસ્તારના ગરબામાં બદમાશોને ફાંસીની સજા આપવા માટે સાથિયા સાથે સુત્રો લખવામાં આવ્યા હતા.