સુરત ગેમઝોન : રાજકોટ ગેમઝોન આગની દુર્ઘટના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતમાં ગેમઝોન બંધ કરી દેવામાં આવ્યા હતા. જોકે, હવે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હોવાથી ગેમઝોન સંચાલકોની દિવાળી સુધરવાની શક્યતા છે. સુરત મનપા દ્વારા કેટલાક દિવસોથી ગેમઝોનની સાઈટ પર જઈને ફાઈલની કામગીરી કરવામાં આવી રહી છે. આ કામગીરીને જોતા દિવાળી પહેલા ગેમઝોન શરૂ થાય તેવી શક્યતાઓ વધી રહી છે.
રાજકોટ ગેમઝોન દુર્ઘટના બાદ સુરત સહિત સમગ્ર ગુજરાતના ગેમઝોન સીલ કરવામાં આવ્યા હતા.