ગુજરાતમાં 4 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, દક્ષિણ-ગુજરાત-સૌરાષ્ટ્રમાં ઓરેન્જ એલર્ટ જારી


ગુજરાતમાં ભારે વરસાદનું એલર્ટ સાયક્લોનિક સરક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી ચાર દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. જેમાં શુક્રવારે વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં અતિ ભારે વરસાદ માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન 212 તાલુકાઓમાં વરસાદ નોંધાયો હતો જેમાં 178 તાલુકાઓમાં સાડા ચાર ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

વિદાયની છેલ્લી ઓવરોમાં તોફાની બેટિંગ 178 તાલુકામાં સાડા ચાર ઈંચ સુધીનો વરસાદ

ગુરુવારે દિવસ દરમિયાન ભાવનગરના ઘોઘામાં સૌથી વધુ સાડા ચાર ઈંચ વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ તાપીના વ્યારામાં 8.5 ઈંચ, તાપીના સોનગઢ, જૂનાગઢના વિસાવદર અને ભાવનગરના ઘોઘામાં છ-છ ઈંચ, પાલિતાણા, વાપી, વલભીપુર અને પારડીમાં 4 ઈંચથી વધુ જ્યારે ભાવનગર, સિહોર અને ઉનામાં પણ ચાર ઈંચ અને 3.5 ઈંચ વરસાદ નોંધાયો હતો. સુત્રાપાડા, સાયલા, કોડીનાર. વરસાદ પડી રહ્યો હતો. જૂનાગઢના મહુવા, માળીયા હાટીના, વલસાડના ઉમરગામ, અમરેલીના જાફરાબાદમાં પણ બે ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો.

ગુજરાતમાં અત્યાર સુધીમાં 128.24 ટકા વરસાદ પડ્યો છે. જેમાં 128 તાલુકામાં 40 ઈંચથી વધુ, 105 તાલુકામાં 20 થી 40 ઈંચ, 18 તાલુકામાં 10 થી 20 ઈંચ વરસાદ નોંધાયો છે. કચ્છમાં 183.32 ટકા, દક્ષિણ ગુજરાતમાં 133.54 ટકા, સૌરાષ્ટ્રમાં 131.59 ટકા, પૂર્વ માગ્ય ગુજરાતમાં 126.04 ટકા અને ઉત્તર ગુજરાતમાં 109.04 ટકા વરસાદ નોંધાયો છે.

આગામી 3 દિવસ માટે રેડ-ઓરેન્જ એલર્ટ…

27 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ઓરેન્જ એલર્ટ.

28 સપ્ટેમ્બર : વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં રેડ એલર્ટ. ડાંગ, નવસારી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.

29 સપ્ટેમ્બર : સુરત, ડાંગ, નવસારી, તાપી, ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version