ગુજરાતમાં વરસાદઃ રાજ્યમાં ફરી વરસાદ થયો છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે સોમવારે (21 ઓક્ટોબર) રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારે વીજળીના કડાકા અને ગાજવીજ સાથે જોરદાર વરસાદ પડ્યો હતો. શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી વરસાદ પડ્યો હતો.
અમદાવાદમાં આ વિસ્તારમાં ભારે વરસાદ પડ્યો હતો