સુરત સુવાલી બીચ ફેસ્ટિવલ: એક તરફ રાજ્યની પ્રજા વિવિધ સમસ્યાઓથી ઘેરાયેલી છે અને સરકાર પ્રજાના પ્રશ્નો ઉકેલવાને બદલે વિવિધ ઉત્સવોના આયોજનમાં વ્યસ્ત છે. સિઝનને ધ્યાનમાં લીધા વિના, રાજ્યમાં વિવિધ સ્થળોએ મુસ મોતા તાયફાઓ કરી ઉત્સવની ઉજવણીનું આયોજન કરવામાં આવે છે. લોકોનું ધ્યાન પાયાની સમસ્યાઓ પરથી હટાવવાનો આ સતત પ્રયાસ હોય એવું લાગે છે. આ બધાની વચ્ચે સુરત શહેરમાં વધુ એક ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે સરકાર 50 લાખ રૂપિયા પણ ફાળવશે.