ગુજરાતમાં ઠંડીનું જોર વધ્યું, નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન 7 ડિગ્રી નોંધાયું. ગુજરાતમાં શીત લહેર વધુ તીવ્ર, નલિયામાં સિઝનનું સૌથી નીચું તાપમાન નોંધાયું છે

ગુજરાત હવામાન સમાચાર : ઉત્તર ભારતમાં થયેલી હિમવર્ષાને પગલે ગુજરાતમાં પણ ઠંડીનો ચમકારો અનુભવાયો છે. નલિયામાં ગત રાત્રે સિઝનનું સૌથી નીચું તાપમાન 7 ડિગ્રી નોંધાયું હતું અને સરેરાશ લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું હતું.

ઠંડીમાં આગામી દિવસોમાં રાહતના સંકેત!

આગામી 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થઈ શકે છે અને ઠંડીમાં આંશિક ઘટાડો થઈ શકે છે. ગઈકાલે રાત્રે રાજકોટમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 9.4 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 3.1 ડિગ્રી ઓછું હતું. નલિયા, રાજકોટ ઉપરાંત 15 ડિગ્રીથી નીચે નોંધાયેલા અન્ય સ્થળોમાં ભુજ, પોરબંદર, ડીસા, ગાંધીનગર, કંડલા, દાહોદ અને ભાવનગરનો સમાવેશ થાય છે.

અમદાવાદમાં ઠંડીની શું સ્થિતિ છે?

અમદાવાદમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 15 ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 2.7 ડિગ્રી વધારે હતું. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16 ડિગ્રીની આસપાસ રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં આગામી 3 દિવસમાં તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો થશે અને ઠંડીમાં સાધારણ ઘટાડો થઈ શકે છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]