ગુજરાતમાં નવો કાયદો: આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં શનિવારે (30 ડિસેમ્બર) ગાંધીનગર ખાતે ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળ સ્ટેટ કાઉન્સિલની બેઠક મળી હતી. આ બેઠકમાં, ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ હેઠળની હાલની જોગવાઈઓ, એક્ટ હેઠળ જરૂરી સુધારાઓ અને હાલમાં ચાલી રહેલી હોસ્પિટલની નોંધણીની વિગતવાર સમીક્ષા કરવામાં આવી હતી.
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે કે 12મી માર્ચ 2025 સુધીમાં રાજ્યની તમામ હોસ્પિટલોએ આ કાયદા હેઠળ ફરજિયાત નોંધણી કરાવવાની છે. નાણાકીય કાર્યવાહી ઉપરાંત, સમય ગાળામાં નોંધણી નહીં કરાવનાર આરોગ્ય સંસ્થાઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે.