3
અમરેલીમાં ભારે વરસાદ ગુજરાતમાં પ્રિ-મોન્સુન સિઝનની વિદાય થઈ ગઈ છે અને 142 ટકાથી વધુ વરસાદ હોવા છતાં વરસાદની અસર ઓછી થવાના કોઈ સંકેત દેખાઈ રહ્યા નથી. સાયક્લોનિક સરક્યુલેશનના કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો છે. છેલ્લા ઘણા દિવસોથી રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે આજે (20મી ઓક્ટોબર) અમરેલીના ખાંભા ગીરના ગામડાઓમાં વરસાદી માહોલ જામ્યો છે. ભારે વરસાદના કારણે મગફળી, કપાસ અને સોયાબીનના પાકને ભારે નુકસાન થયું છે.