દારૂની 112 બોટલો જપ્ત, એક બુટલેગર ઝડપાયો અને એક નાસી ગયો
ગાંધીધામ: ગાંધીધામના બે અલગ-અલગ વિસ્તારમાં પોલીસે દરોડા પાડી કુલ 43 હજારની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કર્યો હતો. જેમાં મહેશ્વરીનગરના એક મકાનમાંથી 59 બોટલ તેમજ ભરતનગરમાં એક મકાનમાંથી 53 બોટલ કબજે કરી એક બુટલેગરની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે એક નાસી છૂટ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગાંધીધામ એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી કે ગાંધીધામના મહેશ્વરી નગરમાં રહેતો નિતેશ ઉર્ફે નીતિન ગાંગજીભાઈ મહેશ્વરી પોતાના કબજાના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરે છે. આ બાતમીના આધારે પોલીસે મકાનમાં દરોડો પાડી કુલ રૂ.57 લાખની કિંમતની ભારતીય બનાવટનો વિદેશી દારૂની 57 બોટલો મળી આવી હતી.