અમદાવાદ, શનિવાર
કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા બળાત્કારના કેસમાં પકડાયેલ આરોપી મનીષ ધોબી (રહે. દેવકૃપા ગ્રીન્સ, પજ્જનનગર, હાથીજણ) ગુરુવારે સવારે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પોલીસ સ્ટેશન ઓફિસર (પીએસઓ) ઈશ્વરભાઈને ધક્કો મારીને ભાગી ગયો હતો.
આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઈ એ.આર.ધવન અને તેમના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે ડી સ્ટાફ અને અન્ય ચાર ટીમોએ તપાસ શરૂ કરી હતી. જેમાં વસ્ત્રાપુર ગુરુકુલ રોડ પર નવનીત હાઉસ પાસે મનીષ ધોબી ઉભો હોવાની માહિતી મળી હતી.

/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/21/sunita-williams-retirement-2026-01-21-14-45-29.jpg?w=218&resize=218,150&ssl=1)
