વડોદરાઃ કારેલીબાગ વિસ્તારમાં આવેલી મોબાઈલની દુકાનમાંથી મોબાઈલ લઈને ફરાર થઈ ગયેલો યુવક ગણતરીની કલાકોમાં જ ઝડપાઈ ગયો હતો.
ગઈકાલે એલ એન્ડ ટી સર્કલ પાસે આવેલા ક્રોમા સેન્ટરમાં એક યુવક મોબાઈલ ફોન ખરીદવા આવ્યો હતો. અન્ય ગ્રાહકો પણ હાજર હોવાથી કર્મચારીની નજર ચૂકવી યુવકે મોબાઈલ ફોન ચોરી લીધો હતો. આ અંગે મેનેજર આનંદભાઈએ કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ડીસીપી પન્ના મોમાયાની ટીમે તાત્કાલિક સીસીટીવી ફૂટેજ મેળવીને યુવકને શોધી કાઢ્યો હતો. પકડાયેલા યુવકનું નામ નરેશ શાંતિલાલ સિંધા (રાજહંસ એવન્યુ, અનંતપાર્ક, દિવાળીપુરા મૂળ લીમજ ગામ, જંબુસર) હોવાનું બહાર આવ્યું છે.