ચિલોડા નરોડા હાઇવે પર વલાડ બ્રિજ પાસે
પોલીસે 6.68 લાખનો મુદ્દામાલ કબજે કરી દારૂ ક્યાં લઈ જવાનો હતો તે અંગે તપાસ શરૂ કરી
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પ્રાંતિજમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂની હેરાફેરી થઈ રહી છે અને હિંમતનગર ચિલોડા હાઈવે પર પણ આ પ્રકારના દારૂ ભરેલા વાહનો વધુ જોવા મળે છે ત્યારે ડભોડા પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી અને તેવી માહિતી મળી, ચિલોડા તરફથી આવતી એક કાર વિદેશી દારૂ ભરીને નરોડા તરફ જતી હોવાની બાતમીનાં પગલે પોલીસની ટીમે વલાદ બ્રિજ પાસે ચાંપતો બંદોબસ્ત ગોઠવી બાતમીવાળી કારને અટકાવી હતી. જેમાં ચાલકની પૂછપરછ કરતાં રાજસ્થાનના ઉદેપુરના જુવારવા ગામનો સંજય ઇશ્વર જોશીયારા હોવાનું જણાવ્યું હતું અને કારમાંથી વિદેશી દારૂની 792 નાની બોટલો મળી આવી હતી. 6.68 લાખની કિંમતની કાર અને દારૂનો જથ્થો કબજે કર્યો હતો. એટલું જ નહીં, આ દારૂનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને આપવાનો હતો તેની પણ તપાસ શરૂ કરવામાં આવી છે.