કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન ઝડપાયો કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ફોન જપ્ત

વડોદરા મધ્યસ્થ જેલમાં કાચા કામના કેદીને હાઈ સિક્યોરિટી યાર્ડમાં ખસેડવામાં આવી રહ્યો હતો ત્યારે તેની પાસેથી મોબાઈલ ફોન મળી આવતા રાવપુરા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગઈકાલે સાંજે અંદાજે 6.30 કલાકે વડોદરા મધ્યસ્થ જેલમાં જેલર બી.બી. રાઠવાએ સિનિયર જેલરની સૂચના મુજબ સ્થાનિક જેલર અને જેલર સ્કવોડને કાચા કામના કેદી આસિફખાન કરીમખાન પઠાણને સુપરિન્ટેન્ડેન્ટની સૂચના મુજબ હાઈ સિક્યોરિટી યાર્ડમાં ખસેડવાની સૂચના આપી હતી.

દરમિયાન સાંજના બંધ સમયે આરોપીને યાર્ડ નંબર 8, બેરેક નંબર 33માંથી હાઈ સિક્યોરિટી યાર્ડમાં લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારબાદ આરોપીઓના સામાનની નિયમિત તલાશી લેવામાં આવી હતી. તલાશી દરમિયાન આરોપીની બેગમાંથી ચાર્જર, સીમકાર્ડ અને બેટરી સાથેનો મોબાઈલ મળી આવ્યો હતો.

આ બનાવ અંગે જેલરે જાહેરનામાના ભંગની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે આરોપીઓ સામે પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. જેલમાં મોબાઈલ ફોન મળવાની સુરક્ષા વ્યવસ્થા પર ફરી સવાલો ઉભા થયા છે.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]