કપડવંજના વોર્ડ નં-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

કપડવંજના વોર્ડ નં-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

કપડવંજના વોર્ડ નં-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

અપડેટ કરેલ: 17મી જૂન, 2024

કપડવંજના વોર્ડ નં-2માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ

– સમસ્યાનું ઝડપી નિરાકરણ લાવવા માંગ

– ગટર, પ્રદુષિત પાણીના મુદ્દે પાલિકા મૌન હોવાનો કાઉન્સિલરનો આક્ષેપ

કપડવંજ: કપડવંજ વોર્ડ નંબર 2 ના રહીશો ઓવરફ્લો થતી ગટર, પીવાનું દૂષિત પાણી, કચરાના ઢગલા જેવી સમસ્યાઓથી પરેશાન છે. આ અંગે વોર્ડના કાઉન્સિલર દ્વારા પાલિકામાં વારંવાર રજુઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવ્યો હોવાનો આક્ષેપ કાઉન્સિલરે કર્યો છે. તેમજ સમસ્યાનો તાત્કાલીક ઉકેલ લાવવા માંગ કરી હતી.

કપડવંજ વોર્ડ નંબર 2ના મહિલા કાઉન્સિલર કુરેશી સૈયદ બીબી જાબીર હુશેને જણાવ્યું હતું કે બંગદીવાળી મસ્જિદની સામે મચ્છી મહોલ્લા ઘાંચીવાડા અમન બંગલા અસ્ફાક સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાઈ રહ્યું છે. તેમજ પીવા માટે ગંદુ પાણી છે. તેમજ મહંમદઅલી ચોકની બાજુમાં માલીવાડ કાંસકીવાડ પાસે લાંબા સમયથી કચરાના ઢગલા છે. ચીફ ઓફિસર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં ધ્યાન આપવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરાયો હતો. તેમજ નગરપાલિકા દ્વારા કર્મચારીઓનો પગાર ઘણા સમયથી ચુકવવામાં આવ્યો ન હોવાનું જણાવ્યું હતું. વિકાસના કામો પૈકી બંગાળીવાડ મસ્જિદથી ગ્લાસ ફેક્ટરી મક્કી મસ્જિદ સુધીના ડ્રેનેજ માટેના ટેન્ડરને મંજૂરી આપવામાં આવી છે. તેમજ ગોરવાડામાં સીસી રોડ અને વોર્ડ નં.2માં અનેક વિસ્તારોમાં વર્કઓર્ડર આપવા છતાં કોઈ કામગીરી કરવામાં આવી નથી તેવો આક્ષેપ કાઉન્સિલરે કર્યો હતો. આ અંગે માંગણી કરવામાં આવી હતી કે વોર્ડ નં.2ના જે વિકાસ કામો મંજુર થયા છે તે ઝડપથી પૂર્ણ કરી શહેરીજનોને પીવાના પાણીની સાથે નિયમિત નિયત સમયે સુવિધા પુરી પાડવામાં આવે અને અવારનવાર થતી અવર-જવર બંધ થાય તે માટે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવે. મહંમદ અલી ચોકથી ઘાંચીવાડા મસ્જિદ સુધી લીકેજ.

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]