Home Gujarat કચ્છના કંધેરાઈ ગામની સીમમાં 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષની યુવતી પડી...

કચ્છના કંધેરાઈ ગામની સીમમાં 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષની યુવતી પડી હતી.

0

  • શ્રમિક પરિવારની એક યુવતી વહેલી સવારે બોરવેલમાં પડી હતી
  • પોલીસ અને એનડીઆરએફ ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી
  • બચાવની બૂમો પાડ્યા પછી અવાજ બંધ થઈ ગયો

ભુજઃ ગુજરાતના સીમ-ફાર્મ વિસ્તારમાં ખુલ્લા બોરવેલમાં બાળકો પડી જવાના બનાવો બની રહ્યા છે. કચ્છના ભુજ તાલુકાના કંધેરાઈ ગામની નજીકમાં એક 18 વર્ષની બાળકી અકસ્માતે 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતાં પોલીસ અને ફાયર બ્રિગેડના કાફલામાં દોડધામ મચી ગઈ હતી. અને ઘટનાની જાણ થતા જ જિલ્લાના અધિકારીઓ પણ દોડી આવ્યા હતા. ફાયર બ્રિગેડના પ્રયાસોનું પરિણામ ન આવતાં તાત્કાલિક NDRFની ટીમને બોલાવવામાં આવી હતી. હાલ બોરવેલમાં ઓક્સિજન પુરો પાડવામાં આવી રહ્યો છે. બીજી તરફ બોરવેલમાં પડેલી બાળકી મદદ, મદદ માટે બૂમો પાડી રહી હતી, તમે બોરમાં કાન નાખો તો તમને છોકરીની ચીસો સંભળાતી હતી, પરંતુ છોકરીનો અવાજ હવે સંભળાતો નથી. જેથી બાળકીનો પરિવાર બોરવેલ પાસે રડી રહ્યો છે. અને બાળકીને સલામત રીતે બહાર કાઢવા માટે તંત્ર દ્વારા પ્રયાસો હાથ ધરાયા છે.

આ બનાવની વિગત એવી જાણવા મળી છે કે, ભુજ તાલુકાના કંધેરાઈ ગામે આજે સવારે 6 વાગ્યાના સુમારે એક યુવતી 540 ફૂટ ઉંડા બોરવેલમાં પડી જતાં તંત્રએ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી છે. કંધેરાઈ ગામની સીમમાં એક શ્રમિક પરિવારની 18 વર્ષની દીકરી બોરવેલમાં પડી જતાં ગ્રામજનોમાં ભારે શોક છવાયો છે. ઘટનાને પગલે ભુજ વહીવટી તંત્રની ટીમ ફાયર વિભાગ અને 108 એમ્બ્યુલન્સની ટીમ બચાવ કામગીરીમાં જોડાઈ છે. જોકે, જાણવા મળ્યું છે કે સવારે બાળકીનો અવાજ સાંભળ્યા બાદ તેનો અવાજ બંધ થઈ ગયો હતો.

ભુજ તાલુકાના મામલતદારના જણાવ્યા મુજબ કંડેરાઈ ગામની વાડી વિસ્તારમાં ખેતમજૂરી કરતા પરિવારની 18 વર્ષીય યુવતી સોમવારે સવારે 5.30 થી 6 વાગ્યાની વચ્ચે વાડીમાં આવેલા બોરવેલમાં પડી હતી. સ્થાનિક લોકોએ પ્રથમ બચાવ કાર્ય કર્યા બાદ સવારે 8.45 કલાકે તંત્રને જાણ કરતાં પોલીસ અને ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને બાળકીને બચાવવા ભુજ ફાયર વિભાગની ટીમ સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ તૈનાત કરવામાં આવી છે.

ફાયર વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે બાળકીને બચાવવા માટે પાઇપ લાઇન દ્વારા ઓક્સિજન પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. આ સાથે જ ફાયરની ટીમે બાળકીની હાલત જોવા માટે બોરવેલમાં ખાસ પ્રકારના કેમેરાને નીચે ઉતારવાનું શરૂ કરી દીધું છે. પરિવારજનોના જણાવ્યા અનુસાર, બોરવેલમાં લપસી ગયા બાદ સવાર સુધી બાળકીનો અવાજ સંભળાયો હતો, પરંતુ તંત્રની ટીમ આવ્યા બાદ બાળકીનો કોઈ અવાજ સંભળાયો નહોતો. બાળકીને બચાવવા માટે NDRFની ટીમને બોલાવવામાં આવી છે.

The post કચ્છના કંધેરાઈ ગામની સીમમાં 540 ફૂટ ઊંડા બોરવેલમાં 18 વર્ષની યુવતી પડી appeared first on Revoi.in.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version