2
સુરત કોર્પોરેશન: સુરત મહાનગરપાલિકામાં અત્યાર સુધી પાલિકાના કર્મચારીઓ કે કોર્પોરેટરો જ લોકો પાસેથી ઉઘરાણી કરતા હોવાની ફરિયાદ ઉઠી હતી. પરંતુ આજે વરાછા ઝોનમાં પાલિકાના ડ્રેનેજ કોન્ટ્રાક્ટર દ્વારા નાણાંની ઉચાપત કરવામાં આવી હોવાની ગંભીર ફરિયાદ બહાર આવી છે. વરાછા ઝોનની એક હાઉસિંગ સોસાયટીમાં કોન્ટ્રાક્ટર દ્વારા ઘર દીઠ રૂ. 3500 સુધીની ઉચાપત કરવાની ફરિયાદ થઈ હતી.
પાલિકાના વિપક્ષી કોર્પોરેટરે સ્થળ પર જઈ કોન્ટ્રાક્ટરને બોલાવી લોકો પાસેથી ઉઘરાવેલા નાણા પરત કરવા અલ્ટીમેટમ આપ્યું હતું અને જો ફરીથી આવું થશે તો ગંભીર પરિણામ ભોગવવાની ચેતવણી આપી હતી. જો કે કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે નાણાંની ઉચાપત કરવામાં આવતી હોવાની ગંભીર ફરિયાદોથી તંત્ર પણ ચોંકી ઉઠ્યું છે.