2
ઓનલાઈન શોપિંગ છેતરપિંડી: આવો જ એક કિસ્સો ઓનલાઈન ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન છે. સુરતમાં એક યુવકે મોબાઈલ ફોન ઓનલાઈન ઓર્ડર કર્યો હતો. પરંતુ, યુવકે બોક્સ ખોલતા જ મોબાઈલ ફોનને બદલે કંઈક બહાર આવ્યું, જેનાથી તેના પગ નીચેથી જમીન સરકી ગઈ. વાસ્તવમાં, મોબાઈલ ફોનને બદલે, બોક્સમાં ઘડિયાળ અને સ્પ્રે બોટલ જોઈને તે ચોંકી ગયો હતો. બાદમાં તેણે ઓનલાઈન ફરિયાદ કરી હતી પરંતુ કંપની તરફથી યોગ્ય જવાબ ન મળતા તેણે પોલીસ ફરિયાદ કરી હતી.