અમદાવાદ, સોમવાર
અમદાવાદ ઝોનના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ ત્રણ વર્ષ પહેલા પીપાવાવ પોર્ટ પરથી એફેડ્રિન અને સ્યુડોફેડ્રિન નામના ડ્રગ્સનો મોટો જથ્થો જપ્ત કર્યો હતો. આ અંગે સોનીપત સ્થિત એક ફાર્મા કંપનીના એમડી સહિત ત્રણ આરોપીઓ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અમરેલી સાવરકુંડલા કોર્ટે ચુકાદો આપી ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો છે.
આ સંદર્ભે, ફાર્મા કંપનીના મેનેજિંગ ડિરેક્ટર સુમિત કુમાર, સ્ટોર ઈન્ચાર્જ સુમિત અને ચીફ કેમિસ્ટ-કમ-પ્રોડક્શન મેનેજર ધનેશ ચમોલી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ કેસ નોંધ્યો છે. જે કેસમાં સાવરકુંડલા કોર્ટમાં ચાલી જતા અદાલતે તમામ પુરાવા અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇ ત્રણેય આરોપીઓને સાત વર્ષની સજા અને દોઢ લાખનો દંડ ફટકાર્યો હતો. આ ઉપરાંત કંપનીને પણ દોષી ઠેરવવામાં આવી હતી અને અન્ય દોઢ લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ટ્રાયલ દરમિયાન કોર્ટે આરોપીને જામીન પણ આપ્યા ન હતા.
