અમદાવાદ, ગુરુવાર
સુભાષબ્રિજ પાસે આવેલી આરટીઓ કચેરીની બહાર એજન્ટો ગેરકાયદેસર રીતે લાઇસન્સ કઢાવતા હોવાનો વીડિયો વાયરલ થતાં એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે. જ્યારે ગાંધીનગર ટ્રાન્સપોર્ટ ઓફિસના કમિશનરે આ બાબતની ગંભીર નોંધ લઈ અમદાવાદ આરટીઓ કચેરીના અધિકારીઓ પાસે ખુલાસો માંગ્યો છે. તેમજ એજન્ટો સામે રાણીપ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવા સૂચના આપવામાં આવી છે.
માત્ર 17,500 રૂપિયામાં ડ્રાઇવિંગ ટેસ્ટ વિના ડ્રાઇવિંગ લાઇસન્સ આપવાનું અને સાડા સાત હજારમાં સંપૂર્ણ લાઇસન્સ કઢાવવાનું વચન આપતા અમદાવાદ RTO ઑફિસની બહાર બેઠેલા એજન્ટોનો વીડિયો વાયરલ થયો હતો. જે બાદ એજન્ટો ભૂગર્ભમાં ઉતરી ગયા છે.