Home Gujarat ઈડર-હિંમતનગર હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4ના મોત, 4 ઘાયલ

ઈડર-હિંમતનગર હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4ના મોત, 4 ઘાયલ

0
ઈડર-હિંમતનગર હાઈવે પર કાર અને ડમ્પર વચ્ચે અકસ્માતમાં 4ના મોત, 4 ઘાયલ

હિંમતનગર: જિલ્લામાં માર્ગ અકસ્માતો વધી રહ્યા છે. જેમાં ઈડર-હિમતનગર હાઈવે પર ડમ્પર અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા એક બાળક સહિત ચાર વ્યક્તિના મોત નિપજ્યા હતા. જ્યારે ચાર ઘાયલ થયા હતા.

સાબરકાંઠા જિલ્લાના ઇડરથી હિંમતનગર રાજ્ય ધોરીમાર્ગ પર ગઇકાલે રાત્રે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. હિંમતનગરથી કારમાં નેત્રમઢી જઈ રહેલા પરિવારને ડાયવર્ઝન કટ પર ઇડરથી હિંમતનગર તરફ પુરપાટ ઝડપે આવતા ડમ્પરે ટક્કર મારી હતી. જેમાં એક બાળકી સહિત ચારનું મોત નીપજ્યું હતું જ્યારે બે બાળકી સહિત ચારને ઇજા થતાં સારવાર માટે હિંમતનગર ખસેડાયા હતા. અકસ્માતને પગલે આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો દોડી આવ્યા હતા અને પોલીસ તેમજ 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જાદર પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

જાદર પોલીસ મથકના સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇડરના નેત્રમલીનો જરીવાલા પરિવાર ગુરુવારે રાત્રે હિંમતનગરમાં તેમના સંબંધીના જન્મદિવસનું ફંકશન પૂરું કરીને ત્રણ બાળકો સાથે પરિવારની કારમાં નેત્રમલી જવા નીકળ્યો હતો. નેત્રમઢીથી ચાર કિમી દૂર દરામલી પાસે સ્ટેટ હાઈવે પર સમારકામ ચાલી રહ્યું છે. તો દિવ્યા ચેતના કોલેજ સામે આપેલ ડાયવર્ઝન તરફ જતા હતા ત્યારે ઈડર તરફથી નશામાં ધૂત બળદ જેવા ડમ્પરે કારને ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને પગલે વાહન ચાલકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. આ અકસ્માતમાં એક બાળક સહિત ચાર લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. બે બાળકીઓ સહિત ચાર ઘાયલોને તાત્કાલિક સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. લોકોએ દરવાજો તોડીને અકસ્માતમાં કારમાં ફસાયેલા મૃત ડ્રાઈવરને બહાર કાઢ્યો હતો.

ઘટનાની જાણ થતા રાત્રે 108 અને જાદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જે બાદ પોલીસે રસ્તા પરથી વાહનો હટાવીને વાહનવ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો.

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version