નકલી ચલણી નોટો: ગુજરાતમાં અવાર-નવાર નકલી નોટો પકડાતી રહે છે. મતલબ કે નકલી નોટો હજુ પણ બજારમાં ફરે છે અને તેમનો ધંધો પણ ચાલી રહ્યો છે. તાજેતરમાં આણંદ જિલ્લાના તારાપુર ચોકડી પર પોલીસ તપાસ દરમિયાન 17 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ મામલે 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને અત્યાર સુધીમાં 7 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસને બાતમી મળી હતી કે સોજીત્રા તરફથી આવતી એક કારમાં મોટી માત્રામાં નકલી નોટોનો જથ્થો આવી રહ્યો છે.