5
સુરાઃ અરવલ્લી એક્સપ્રેસમાં સુરતથી યાત્રિકો રાજસ્થાનથી સુરત પરત ફરી રહ્યા હતા, ત્યારે રાજસ્થાન પ્રદેશના રિંગાસ રેલવે સ્ટેશન પાસે સેકન્ડ એસી કોચમાં ચોરીનો બનાવ બન્યો હતો. જેને લઈને યાત્રિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે. જોકે, આરપીએફ જવાનો સાથે એક કલાક સુધી ચાલેલી ઘર્ષણ બાદ આ મુસાફરોની ફરિયાદ નોંધવામાં આવી હતી.
આ અંગે સુરતના ઋષિ વિહારમાં રહેતા અને ટ્રેનમાં મુસાફરી કરતા રાજેન્દ્રભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે હું રાજસ્થાનથી સુરત આવી રહ્યો હતો ત્યારે અરવલ્લી એક્સપ્રેસ ટ્રેન સવારે સાડા સાત વાગ્યે રિંગસ સ્ટેશને પહોંચી હતી.