
ગીર વન વિભાગે એલર્ટ જાહેર કર્યું, પ્રવાસીઓ સાવધાન દિવાળી વેકેશન દરમિયાન સિંહ દર્શન માટે અમરેલી, ગીર સોમનાથ સહિતના જંગલ વિસ્તારોમાં જતા મુલાકાતીઓની સંખ્યા વધુ હોય છે. દરમિયાન, મુલાકાતીઓ અને વન્યજીવોની હેરાનગતિ સાથે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે વન વિભાગ એક્શન મોડમાં આવ્યું છે, જ્યારે અમરેલીના ગીર પાણીયારા અને મીતિયાલા અભ્યારણોએ વન્યજીવન માર્ગદર્શિકા બહાર પાડી છે અને પ્રવાસીઓને તેનું પાલન કરવા જણાવ્યું છે. ગીર પૂર્વ વન વિભાગે જંગલ વિસ્તારમાં ગેરકાયદેસર સિંહદર્શન અંગે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
સિંહોના ત્રાસને લઈને વન વિભાગ રેડ એલર્ટ
ગીર સહિતના જંગલ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓની હેરાનગતિના કેટલાક કિસ્સાઓ સામે આવ્યા છે.


