અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી, 4 લોકો દાઝી ગયા | અમરેલીમાં પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગતા 4 લોકો દાઝી ગયા હતા

અમરેલી સમાચાર: અમરેલીમાં એક કારમાં આગ લાગી અને ભાગી ગયો. કારની ગેસ ફ્યુઅલ ટેન્કમાં આગ વધુ વિકરાળ બની હતી. આગની જાણ થતાં પોલીસ અને ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ અકસ્માતમાં 3 મહિલા સહિત 4 લોકો દાઝી જતાં તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

અમરેલીના જેસીંગપરામાં ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી, 4 લોકો દાઝી ગયા 2 - તસવીર

પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી, 4 લોકો દાઝી ગયા

મળતી માહિતી મુજબ અમરેલીના જેસીંગપરા વિસ્તારમાં એક ઘર પાસે પાર્ક કરેલી કારમાં અચાનક આગ લાગી હતી. કારમાં રહેલા એસિડ જેવા પદાર્થના કારણે આગ વિકરાળ બની હતી. કારમાં લાગેલી આગ ઓલવવા ગયેલા 4 લોકો દાઝી ગયા હતા. આગની ઘટનાની જાણ થતા અમરેલી ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી.

આ અકસ્માતમાં આગ ઓલવવા ગયેલા ચાર લોકોને ઇજા થતાં તાત્કાલિક સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

આ પણ વાંચો: VIDEO | અમદાવાદના વસ્ત્રાપુરની શિવાલિક હાઈસ્ટ્રીટ બિલ્ડીંગમાં આગ, ફાયરની ટીમ ઘટનાસ્થળે, ફસાયેલા 100 લોકોને બચાવ્યા

ઘાયલોના નામ

હાર્દિકભાઈ જીતુભાઈ બાંભણીયા (ઉંમર 25)

બંસીબેન ભરતભાઈ બાંભણીયા (ઉંમર 22 વર્ષ)

ઉષાબેન ભરતભાઈ બાંભણીયા (ઉંમર 35)

રમીલાબેન જીતુભાઈ બાંભણીયા (ઉંમર 50)

Zeen Subscribe
A customizable subscription slide-in box to promote your newsletter
[mc4wp_form id="314"]