![]()
પારડી નજીક ટ્રકમાં આગ: પારડીના ટુકવાડા હાઈવે પર અમદાવાદથી મુંબઈ જઈ રહેલા માલવાહક કન્ટેનરમાં અચાનક આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ચટણીની બોટલો અને અન્ય વસ્તુઓથી ભરેલી એક કન્ટેનર ટ્રક આગની લપેટમાં આવી ગઈ હતી. સદનસીબે ડ્રાઈવરે સમયસર નીચે કૂદી પડતાં આબાદનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, કન્ટેનર ટ્રક નંબર MH-48-CB-0080 સોસની બોટલો અને અન્ય સામાન ભરેલા ડબ્બા ભરીને અમદાવાદથી મુંબઈ જવા રવાના થયો હતો. મંગળવારે સવારે કન્ટેનર ટ્રક પારડી નજીક ટુકવાડા હાઈવે પરથી પસાર થઈ રહી હતી ત્યારે અચાનક ધુમાડાના ગોટેગોટા નીકળતા તેમાં આગ લાગી હતી.
આગ લાગતાની સાથે જ હાઇવે પરથી પસાર થતા અન્ય વાહન ચાલકો દોડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પારડી નગરપાલિકા અને વાપીના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે દોડી ગયા હતા. જવાનોએ ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થઈ ગયો હતો અને વાહનચાલકો અટવાઈ પડ્યા હતા. આગ કાબુમાં આવ્યા બાદ કન્ટેનરને રોડ પરથી ખસેડીને વાહનવ્યવહાર પૂર્વવત કરાયો હતો. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટ સર્કિટ હોવાનું અનુમાન કરવામાં આવી રહ્યું છે.
/filters:format(webp)/indian-express-gujarati/media/media_files/2026/01/08/somnath-swabhiman-parva-begins-2026-01-08-15-45-51.jpg?w=218&resize=218,150&ssl=1)

