6
અમદાવાદ, શુક્રવાર
અમદાવાદ પોલીસ સતત લોકોની સેવામાં કાર્યરત છે. ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું હોવાથી અમદાવાદમાં પોલીસને કાયદાનો અમલ કરવાની ફરજ પડી છે. લોકોના આક્રોશ વચ્ચે પણ પોલીસ આ કામગીરી અડધી રાતે પણ જોરદાર રીતે કરી રહી છે. જો કે, પોલીસની આ કાર્યવાહીના નામે કેટલાક લોકો પોતાનો જયજયકાર કરતા જોવા મળ્યા છે. આ મામલો હવે સીપી ઓફિસ સુધી પહોંચ્યો છે, જ્યાં અમદાવાદમાં એક પેજ, જે સોશિયલ મીડિયાના કિંગપિન છે, તેણે પોલીસ માટે શૂટ કરેલા વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર ખુલ્લેઆમ દાદાગીરી કરી છે.