![]()
અમદાવાદ હિટ એન્ડ રન: અમદાવાદના વ્યસ્ત ઇસ્કોન બ્રિજ પર મંગળવારે (30 ડિસેમ્બર) રાત્રે ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવી છે. પકવાન ચાર રસ્તાથી સરખેજ તરફ જતા ઈસ્કોન બ્રિજ પરથી પસાર થઈ રહેલા 50 વર્ષીય વિક્રમ પરમારને કોઈ અજાણ્યા વાહનચાલકે જોરદાર ટક્કર મારી હતી. સુથારી કામ કરીને રોજીરોટી મેળવતા વિક્રમભાઈનું ગંભીર ઈજાના કારણે ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચોઃ અમદાવાદનો વધુ એક બ્રિજ તોડવામાં આવશે, વટવા GIDCમાં મહત્વનો રસ્તો 6 મહિનાથી બંધ
આ બનાવ અંગે મૃતકના ભાઈની ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક વિગતો મુજબ વાહન ચાલકે પોતાનું વાહન બેફામ અને બેદરકારીથી ચલાવી અકસ્માત સર્જ્યો હતો અને પછી ફરાર થઈ ગયો હતો. હાલમાં પોલીસ દ્વારા બ્રિજ પરના સીસીટીવી ફૂટેજની ચકાસણી કરવા અને ફરાર ચાલકને પકડવા માટે તપાસ ચાલી રહી છે.
