અમદાવાદ RTO એજન્ટ : અમદાવાદ RTO અધિકારીઓ દ્વારા દાવો કરવામાં આવે છે કે RTOમાં એજન્ટ સિસ્ટમ કામ કરતી નથી. પરંતુ, આરટીઓની બહાર બીજી ઓફિસ છે જે એજન્ટ લાયસન્સ આપે છે. પરંતુ, એજન્ટની ઓફિસ વરિષ્ઠ અધિકારીઓની સલાહ પર ચલાવવામાં આવે છે. જેમાં જો કોઈની પાસે વાહન ન હોય તો પણ તેમને માત્ર 17 હજારમાં પૂરેપૂરું લાઇસન્સ મળવાની ખાતરી આપવામાં આવે છે અને જો તેમની પાસે વાહન હોય તો માત્ર સાડા સાત હજારમાં જ લાયસન્સ મેળવવાની ખાતરી આપવામાં આવે છે. જોકે, આરટીઓ અધિકારીઓ દાવો કરે છે કે એજન્ટ પ્રથા નાબૂદ થઈ છે.