6
નારણપુરમાંથી ડ્રગ્સ ઝડપાયુંઃ ગુજરાત દિવસેને દિવસે નાર્કોટિક્સનું હબ બની રહ્યું છે. અવારનવાર મોટા પ્રમાણમાં ડ્રગ્સની દાણચોરી થાય છે. ત્યારે SOGની ટીમે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી સોસાયટીમાંથી જીજ્ઞેશ પંડ્યા નામના વ્યક્તિના ઘરે દરોડો પાડી 256.860 ગ્રામ ડ્રગ્સ કબજે કર્યું હતું. જેનો અંદાજીત ખર્ચ 25 લાખથી વધુ થવાનો અંદાજ છે. આ દરોડા દરમિયાન 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 7 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.